Chhota Udaipur: પાઇપલાઇન તૂટી હોવા છતાં પાણીની મોટર ચાલુ કરી, એસટી ડેપોમાં પાણી ભરાતા મુસાફરો પરેશાન
સોર્સ : GSTV
છોટાઉદેપુરમાં આવેલા એસટી ડેપોમાં આજે વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. ડેપો પરિસરમાં પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હોવા છતાં, મોટર ચાલુ રાખવામાં આવતા હજારો લિટર પાણીનો વ્યય થયો હતો. આ બેદરકારીને કારણે સમગ્ર ડેપો વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ઉપરાંત એસટી ડેપો ખાતે આ મામલે જવાબદાર વ્યક્તિ કોઈ હાજર ન હતો.

