Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udepur: Severe irregularity of ST buses in Kwant, passengers stuck for hours

છોટાઉદેપુર: કવાંટમાં એસ.ટી. બસોની ભારે અનિયમિતતા, કલાકો સુધી અટવાયા મુસાફરો

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુરના કવાંટમાં એસ.ટી. બસોની ભારે અનિયમિતતાને પગલે મુસાફરો કલાકો સુધી અટવાયા હોવાનું સામે આવ્યું છે. બોડેલી જતી સવારની 10:30ની બસ બપોરે 12 વાગ્યા સુધી ન આવતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો હતો. બોડેલી કંટ્રોલની બસો અવારનવાર અનિયમિત હોવાનો મુસાફરોનો ગંભીર આક્ષેપ હતો. કલાકો સુધી બસની રાહ જોતા મુસાફરોમાં એસ.ટી. નિગમની બેદરકારી સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. તેમના દ્વારા બસ વ્યવહાર નિયમિત કરવાની માગ કરવામાં આવી છે.

App Store