Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Bridges over rivers in dilapidated condition

VIDEO: Chhotaudepurની નદીઓ પરના બ્રિજ કથળેલી સ્થિતિમાં, દિવાલોમાં તિરાડો-સ્લેબમાં ખાડા

Timeછેલ્લું અપડેટ : 09 Jul 2025
લાઇવ ટીવીGoogle News

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ ઓરસંગ નદી ઉપરના બ્રિજની એપ્રોચની દિવાલમાં તિરાડો પડી ગઈ છે. બ્રિજ ઉપર પેરાફિટમાં તિરાડો પડી છે. બ્રિજના સ્લેબના ખાડા ક્ષતિ દર્શાવે છે. 50 વર્ષ જૂનો બ્રિજ હોવાથી વાહન પસાર થાય છે ત્યારે વાઇબ્રેરેશન વધુ પ્રમાણમાં થાય છે. બ્રિજની હાલત નબળી છે. નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓ પુલ ક્ષતિ ગ્રસ્ત થવાની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે. બ્રિજ 100 મીટરની લંબાઈનો છે. થોડા વર્ષો પહેલા બ્રિજનો એક છેડો ધોવાયો હતો. અત્યારે 22 ટાયર થી લગાવીને 30 ટાયર સુધી ના વાહનો 200 થી 300 ટન વજન ધરાવતા વાહનો પસાર થાય છે. નેશનલ હાઈવે 56 વિભાગના અધિકારીઓના કારણે ભારજ નદીનો બ્રિજનો એક છેડો દોઢ વર્ષ પહેલા ધોવાઈ ગયો હતો. હાલ થોડા દિવસો પહેલા ભારજ નદીનું ડાયવર્ઝન ધોવાયું થોડા દિવસો પહેલા પાવીજેતપુર ગામ પાસે નાનો પુલ ક્ષતિ ગ્રસ્ત થયો તેવી દશા ઓરસંગ બ્રિજ તેમજ મેડિયા નદીના બ્રિજ ની ના થાય તે માટે અધિકારીઓએ કાળજી લેવી જોઈએ હાલ તો બંનેવ બ્રિજો મધ્યપ્રદેશ છોટાઉદેપુર સ્ટેચ્યુ ઑફ યુનિટી અને સુરત ને જોડતા રસ્તા ઉપર બનેલા છે. બોડેલી ના ઓરસંગ નદી ના બ્રિજ જર્જરિત છે તેના થી લોકોને ડર લાગી રહ્યો છે બ્રિજ ના કોક્રિટ નું ટેસ્ટિંગ કરાવવામાં આવે તો પુલ ના કોક્રિટ ની ક્ષમતા કેટલી છે તે બહાર આવશે. 

App Store

 

ટોપિક્સ:chhotaudepurriver bridgecondition