Video: બોડેલીમાં ડમ્પર ટ્રકની અડફેટે બાઈકચાલકના મોતથી સ્થાનિકોમાં રોષ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાઘવા ગામ પાસે શિહોદ-વાંકી માર્ગ પર હાઇવા ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવતી હાઇવા ટ્રકની ટક્કરથી બાઈક ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી અને અકસ્માતમાં બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ મોટા બુટિયાપુરા ગામના 40 વર્ષીય ઉદેશીંગ આપસિંગ તરીકે થઈ છે. જ્યારે બાઈક પર સવાર પાટિયા ગામના પ્રિતેશ સોમા તડવીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાહેરાત













