સુરત/ યુ ટ્યુબમાં બિઝનેસ ટાસ્ક પૂર્ણ કરવાના પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે 23.54 લાખની છેતરપિંડી
આજકાલ આસાનીથી શોર્ટકર્ટ મેળવી રૂપિયા કમાવા લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે. ત

આજકાલ આસાનીથી શોર્ટકર્ટ મેળવી રૂપિયા કમાવા લોકો છેતરપિંડીનો ભોગ બનતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અલગ-અલગ યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પુર્ણ કરવાના પાર્ટ ટાઇમ જોબ આપવાનું જણાવાયું હતું. તેમાંથી રોજના ૧,૦૦૦/- થી ૧૫,૦૦૦/- કમાઇ શકો છો. તેવી લોભામણી લલચામણી વાતો કરવામાં આવી હતી. બાદમાં અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં ૨૩,૭૨,૦૦૦/- ટ્રાન્સફર કરાવાયા હતાં. જેમાં ૧૭,૧૧૦/- પ્રોફિટના આપવામાં આવ્યો હતો. બાકીના ૨૩,૫૪,૮૯૦/- વિડ્રો ન કરવા દઇ છેતરપિંડી કરવામાં આવી હતી. જેને ઝડપી લઈને કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા
આરોપીઓએ ૦૩/૦૮/૨૦૨૩ થી તા.૦૮/૦૮/૨૦૨૩ દરમ્યાન અલગ-અલગ ટેલિગ્રામ આઇ.ડી. તથા ટેલિગ્રામ ગૃપ ઉપરથી વાત કરનાર તથા બેંક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજીત કાવતરૂ રચ્યું હતું. યુ-ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી તથા બિઝનેસ ટાસ્ક પુર્ણ કરવાના પાર્ટ ટાઇમ જોબ આપવાનું જણાવ્યું હતું. તેમાંથી રોજના ૧.૦૦૦/- થી ૧૫,૦૦૦/- કમાઇ શકાય છે. તેવી લોભામણી લલચામણી વાતો કરી હતી. બાદમાં અજાણી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી યુ-ટ્યુબ ચેનલ સબસ્કાઇબ કરવાના તથા બિઝનેસ ટાસ્ક પુરા કરવા માટે તેઓએ બેંક એકાઉન્ટ માં રૂ.૧૭.૧૧૦/- જમા કરાવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ બિઝનેસ ટાસ્ક આપી તે પેટે પેમેન્ટ કરવા જણાવતા તેઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટોમાં મળી કુલ્લે ૨૩.૭૨.૦૦૦/- ટ્રાન્સફર કરાવ્યાં હતાં. તેમાંથી ટુકડે ટુકડે ૧૭,૧૧૦/- પરત આપી બાકીના ૨૩.૫૪.૮૯૦/- પરત ન આપી છેતરપિંડી આચરી હતી.
પકડાયેલા આરોપી
આશિષ વસરામભાઇ બાવાભાઇ ધામેલિયા
સાગર વલ્લભભાઇ લક્ષ્મણભાઇ તોગડીયા
સાહિલ ઉર્ફે સાયલ વિઠ્ઠલભાઇ કાનાણી








