મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે ઠગાઈ, 8 શખ્સોએ અમદાવાદના વેપારી પાસેથી કરોડો વસૂલીને ખોટા MOU કરાવ્યા

સ્વામીનારાયણ સંસ્થાને મંદિર બનાવવા જગ્યા જોઈએ તેમ કહી અમદાવાદના દવાના વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી

સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે ઠગાઈ, 8 શખ્સોએ અમદાવાદના વેપારી પાસેથી કરોડો વસૂલીને ખોટા MOU કરાવ્યા

સ્વામીનારાયણ સંસ્થાને મંદિર બનાવવા જગ્યા જોઈએ તેમ કહી અમદાવાદના દવાના વેપારી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે  આરોપીઓ અમદાવાદના વેપારીને વિશ્વાસમાં લીધા હતા, વેપારીને વિશ્વાસમાં લઈને કહ્યું કે તમે જમીનનો MOU કરી લો,અમે એ MOU મંદિરની મીટીંગમાં રજુ કરીને તમને રૂપિયા અપાવી દઈશું. આ વાત કરીને વેપારીને વિશ્વાસમાં લઈને સાડા ત્રણ કરોડથી પણ રકમ પડાવી હતી.

આરોપીઓએ 1.12 કરોડ આપ્યા અને 2.63 કરોડ ડકારી ગયા

તો બીજી તરફ આ આરોપીઓએ 1.12 કરોડ તો પરત આપી દીધા, બાકીના 2.63 કરોડ આપવામાં ગલ્લાતાં કર્યા અને આ રૂપિયા ડકારી ગયા હતા.

7 આરોપીઓ વિરૂદ્ધ અમદાવાદના વેપારી વિરુદ્ધ ફરિયાદ દાખલ

વિશ્વનાથપુરા, સાવલી, લસુન્દ્રા  કઠલાલ ખાતેની 550 થી 600 વીઘા જમીનના ખોટા MOU કરવામાં આવ્યા હતા. સમગ્ર કૌભાંડમાં જે.પી.સ્વામી સહિત 7 આરોપીઓ વિરૂદ્ધ અમદાવાદના વેપારીએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંંધી હતી.

આ સમાચાર શેર કરો