મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Naswadiના ચાવરીયા ગામ ચોમાસામાં સંપર્ક વિહોણું, રસ્તાના અભાવે લોકો પરેશાન

છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરી ના એજ્યુકેટીવ ઈજનેર અને નસવાડી પંચાયત મ

છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ની કચેરી ના  એજ્યુકેટીવ ઈજનેર અને નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ ના અધિકારીઓના વાંકે ચાવરીયા ગામના ગ્રામજનો ચોમાસાના ચાર મહિના સંપર્ક વિહોણા બની જશે. નસવાડી તાલુકાના ચાવરીયા ગામે 10 મકાનો માં 50 જેટલા લોકોની વસ્તી છે તેઓને ને રસ્તા ની સુવિધા મડે તે માટે સરકાર દ્વારા બે કરોડ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ એસ્ટિમેન્ટ બનાવતા અધીકારીઓ ની ભૂલ ના કારણે ચાવરીયા ગામ સુધી નો રસ્તો ના બનતા ગામમાં  ૧૦૮ એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. સરકાર દ્વારા બે કરોડ નો ખર્ચ કરવા છતાંય  ચાવરીયા ગામના લોકો રસ્તા થી વંચીત રહેશે અને ચોમાસાના ચાર મહીના સંપર્ક વિહોણા બની જશે. છોટાઉદેપુર જીલ્લાના અધીકારીઓ કચેરીમાં બેઠા બેઠા એસ્ટીમેન્ટ બનાવતા હોવાનું આ ઘટના થી ફલીત થાય છે  અધીકારીઓના વાંકે લોકો હેરાન પરેશાન થાય છે. સરકાર દ્વારા અધૂરા રસ્તા ની કામગીરી માટે બીજી ગ્રાન્ટ ફાળવે તેવી ગ્રામજનો માંગણી કરી રહ્યા છે હાલ તો બે કરોડ વાપર્યા પછી પણ લોકો દુઃખી થઇ રહ્યા છે.

આ સમાચાર શેર કરો