VIDEO: Suratના અમલસાડીની ગ્રામસભામાં હુમલો, ગ્રાન્ટમાં ભાજપ-કોંગ્રેસના ગઠબંધનના આરોપથી બબાલ
સુરત જિલ્લામાં સાંસદ પરભુ વસાવાના વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન સામે આવ્યું છે. માંડવી તાલુકાન
સુરત જિલ્લામાં સાંસદ પરભુ વસાવાના વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસનું ગઠબંધન સામે આવ્યું છે. માંડવી તાલુકાના અમલસાડી ગામે યોજાયેલી ગ્રામસભામાં બબાલ થઈ હતી.ગામના જ અને આમ આદમી પાર્ટીના આગેવાન વિજય પટેલ ઉપર ગ્રામસભામાં હુમલો કરવામાં આવ્યો હતો. પૂર્વ તાલુકા પંચાયત સભ્ય શંકર ચૌધરીની દબંગાઈ સામે આવી હતી. ભ્રષ્ટાચાર અંગે અવાજ ઉઠાવતા શંકર ચૌધરીએ વિજય પટેલને માર માર્યો હતો. સમગ્ર બબાલનો વીડિયો સામે આવ્યો હતો. ભાજપના સરપંચ હિતેશ ચૌધરી અને કોંગ્રેસના શંકરભાઈ ચૌધરી દ્વારા ગઠબંધન કરી બબાલ કરી હતી. માંડવી તાલુકામાં મનરેગાની ગ્રાન્ટ ભાજપ અને કોંગ્રેસ સાથે મળીને મલાઈ ખાતા હોવાની ફરિયાદ કરી હતી...




