મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચોટીલા મંદિરમાં ચૈત્ર નવરાત્રિને લઈ વ્યવસ્થામાં ફેરફાર, જાણો તારીખ અને સમય

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકા

ચોટીલા મંદિરમાં ચૈત્ર નવરાત્રિને લઈ વ્યવસ્થામાં ફેરફાર, જાણો તારીખ અને સમય

સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ ચામુંડા માતાજીના મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું ચામુંડા માતાજીનું મંદિર એ એક પવિત્ર યાત્રાધામ છે. લોકો ઠેર ઠેરથી માતાજીના દર્શનાર્થે ચોટીલા આવતા હોય છે. એવામાં ચૈત્રી નવરાત્રીને લઈ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ચોટીલા મંદિરમાં 30 માર્ચથી 6 એપ્રિલ સુધી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડુંગરના પગથિયા સવારે 5 વાગ્યે ખુલશે અને માતાજીની આરતીનો સમય 5:30 કલાકનો રહેશે. આ સાથે જ સંધ્યા આરતી રાબેતા મુજબ સુર્યાસ્ત સમયે રહેશે. મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદ સવારે 11થી 2 વાગ્યા સુધી રહેશે. ભક્તોને હાલાકી ન પડે તે માટે મંદિરના ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો