VIDEO: જેતપુર પંથકના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ ખાબકતાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ
રાજકોટના જેતપુર શહેર સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતાનો પલટો જોવા મળ્યો છે. વહ


રાજકોટના જેતપુર શહેર સહિત આસપાસના પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતાનો પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને હળવા પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા. ધોમધખતા ઉનાળામાં સર્જાયેલા આ મેઘાવી માહોલને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ બીજી તરફ તૈયાર પાકને નુકસાન થવાની ભીતિએ ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. કમોસમી વરસાદના આ સંકટે ફરી એકવાર જગતના તાતને મુશ્કેલીમાં મૂકી દીધો છે.



