મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચમાં ચાંદની પડવાની માવાઘારીનો ક્રેઝ

ભરૂચમાં દશેરાની ફાફડા-જલેબી બાદ હવે ચાંદની પડવાના પર્વે માવાઘારીની મીઠાશ માણવા સ્વાદરસિકો આતુર બન્યા છે. ફાટા તળાવ રાણા પંચના ભક્તેશ્વર હોલમાં છેલ્લા 15 દિવસથી 60થી વધુ યુવાનો માવાઘારી બનાવવામાં વ્યસ્ત છે. છેલ્લા 46 વર્ષથી ચાલતી આ પરંપરા સમાજના વિકાસ માટે આર્થિક સહયોગનું માધ્યમ પણ બની છે. શુદ્ધ દેશી ઘી, માવો અને સૂકામેવામાંથી તૈયાર થતી આ ઘારીની માંગ ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાં પણ વધી રહી છે. ઘી અને સૂકામેવાના ભાવમાં વધારો થયો હોવા છતાં આ વર્ષે માવાઘારીનો ભાવ કિલોદીઠ 720 રૂપિયા રાખવામાં આવ્યો છે, જે ગયા વર્ષ કરતાં 9 ટકા વધુ છે.

આ સમાચાર શેર કરો