ચાંદીપુરા વાયરસ: રાજ્યમાં શંકાસ્પદ કેસો 84 નોંધાયા, કુલ મૃત્યુઆંક 32 પર પહોંચ્યો
ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક

ગુજરાતમાં ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક 84 થયો છે અને તેમાંથી હાલ 9 કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયાછે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 થયો છે.
રાજ્યમાં ક્યાં કેટલા શંકાસ્પદ કેસો અને મૃત્યુઆંક
| જિલ્લો | કેસો | મૃત્યુ |
| પંચમહાલ | 11 | 4 |
| સાબરકાંઠા | 8 | 2 |
| અમદાવાદ કોર્પો. | 6 | 3 |
| ખેડા | 6 | 1 |
| મહેસાણા | 5 | 2 |
| ગાંધીનગર | 5 | 1 |
| જામનગર | 5 | 0 |
| મોરબી | 4 | 3 |
| બનાસકાંઠા | 4 | 2 |
| સુરેન્દ્રનગર | 3 | 1 |
| અરવલ્લી | 2 | 3 |
| મહીસાગર | 2 | 2 |
| રાજકોટ | 2 | 2 |
| છોટા ઉદેપુર | 2 | 0 |
| દાહોદ | 2 | 2 |
| રાજકોટ કોર્પો. | 2 | 0 |
| નર્મદા | 2 | 0 |
| વડોદરા કોર્પો | 2 | 1 |
| ગાંધીનગર કોર્પો | 1 | 1 |
| વડોદરા | 1 | 1 |
| ભાવનગર | 1 | 0 |
| દેવભૂમિ દ્વારકા | 1 | 1 |
| કચ્છ | 1 | 0 |
ગુજરાતમાં વાયરલ એન્કેફેલાઈટિસના કુલ 84 કેસમાંથી અમદાવાદ કોર્પોરેશન, અરવલ્લી, બનાસકાંઠામાંથી 2 જ્યારે સુરેન્દ્રનગર- ગાંધીનગર કોર્પોરેશન-ખેડા-મહેસાણા- નર્મદા-વડોદરા કોર્પોરેશન-રાજકોટ કોર્પોરેશનમાંથી 1-1 કેસ નોંધાયા છે.
પંચમહાલમાંથી સૌથી વધુ 11 કેસો
હાલની આ સ્થિતિ પ્રમાણે પંચમહાલમાંથી સૌથી વધુ 11, સાબરકાંઠામાંથી 8, અમદાવાદ શહેરમાંથી 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આજે નવા કોઇ પોઝિટિવ કેસ મળ્યા નથી. અત્યારસુધી અરવલ્લી- મહેસાણામાંથી 2-2 જ્યારે ગાંધીનગર- પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1-1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે.
સિવિલમાં એક બાળકનું મોત, એક વેન્ટિલેટર પર
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. પાલનપુરની બાળકીને પહેલા સરકારી અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ સ્થિતિમાં સુધારો ના થતાં અમદાવાદની સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. તેને દાખલ કરવામાં આવી ત્યારે તે વેન્ટિલેટર પર હતી. અત્યારસુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી ૬ બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં બે બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર પર છે.






