મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત ગુરુકુળમાં જળજીલણી એકાદશીની ઉજવણી, સ્વિમિંગ પૂલમાં ભગવાનને કરાવાયો નૌકા વિહાર 

વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ઉમંગભર આ જળજીલણી ઉત

સુરત ગુરુકુળમાં જળજીલણી એકાદશીની ઉજવણી, સ્વિમિંગ પૂલમાં ભગવાનને કરાવાયો નૌકા વિહાર 

વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ ઉમંગભર આ જળજીલણી ઉત્સવ ઉજવે છે. ઠાકોરજીની હવેલીઓ તથા મંદિરો દવારા નાનામોટા ગામડાઓ તથા શહેરોમાં ભક્તિભાવથી જળજીલણી ઉત્સવ ઉજવાયો છે. ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી ભક્તો રાસ, કીર્તન, ધૂન કરતાં નદીં, તળાવ કે સમુદ્ર કિનારે પધારે છે. ઠાકેરજીને નાવમાં પધરાવે, જળમાં ભગવાનને નોકા વિહાર કરાવે છે.

આજે વેડરોડ સ્વામિનારાયણ ગુરુકુલ સુરત દ્વારા જળજીલણી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગુરુકુલના સ્વિમિંગ પૂલને અગાઉથી સાફ સફાઈ કરી તાજુ જળ ભર્યું હતું. ધજાપત્તાકાથી શણગાર કરવામાં આવ્યો હતો. બાદમાં મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે સંતોએ ઠાકોરજીને અભિષેક કરી સ્વિમિંગ પૂલમાં વિહાર કરાવ્યો હતો.

આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે યમુના નદીમાં નૌકા વિહાર કર્યો હતો. આ લીલાને યાદ કરીને વૈષ્ણવ ભક્તો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ઠાકોરજીને નૌકામાં વિરાજમાન કરી જળમાં વિહાર કરાવે છે કેસર યુક્ત જળ, તાજા અને નવા નીર તેમજ પંચામૃતથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે.ચાર દિશામાં ચાર આરતી કરે છે. ચાર પ્રકારના ફુટ કાકડી, વગેરે ધરાવે છે પછીસો અરસ પરસ જળ ઉછાળતા સ્તાન કરે છે.ગોપીઓ સાથે નૌકાવિહાર કર્યો ત્યારે નાવના ભાડા પેટે ભગવાને દહીંનું દાન માગ્યું. ત્યારથી આ દિવસે દહીંનું દાન કરવાનો મહિમા છે.

આ સમાચાર શેર કરો