મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આન-બાન-શાન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી, પોલીસ કમિશનરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ 78માં સ્વતંત્રતા દિવસને આન, બાન અને શાન

સુરતમાં આન-બાન-શાન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી, પોલીસ કમિશનરે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધૂમધામથી થઈ રહી છે. ત્યારે સુરતમાં પણ 78માં સ્વતંત્રતા દિવસને આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનરે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

કર્મચારીઓના સન્માન

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસમાં પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીનો સન્માન પણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહિતના પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પોલીસ કમિશનરે આપી શુભેચ્છા

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, સુરત પોલીસ દ્વારા શહેરીજનોની સુરક્ષા માટે ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. તહેવારો પણ શહેરની ઓળખ છે. ત્યારે લોકો મુક્ત મને તહેવારોની ઉજવણી કરી શકે તે માટેની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ગુનાખોરી રોકવા માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વ્યાજખોરથી લઈને તમામ ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસની કામગીરી સરાહનીય રહી છે. ત્યારે તમામને આ રાષ્ટ્રીય તહેવારની ખુબ ખુબ શુભકામના.

આ સમાચાર શેર કરો