VIDEO: અમરેલીમાં 3 મહિના અગાઉ બનાવેલો સીસી રોડ તોડી નખાયો, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સ્થાનિકોમાં રોષ
અમરેલીમાં તંત્રના અણધડ વહીવટથી લોકો ત્રાહિમામ છે. માત્ર ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલા સીસી


અમરેલીમાં તંત્રના અણધડ વહીવટથી લોકો ત્રાહિમામ છે. માત્ર ત્રણ મહિના પહેલા બનાવવામાં આવેલા સીસી રોડ ફરી તોડવામાં આવતા રોડની ગુણવત્તા સામે સવાલ ઉઠ્યા છે. અમરેલીના વિધાનસભા ગેટથી કોલેજ સર્કલ સુધીના રોડની સાઇડ તોડી નાખવામાં આવી છે. અંદાજે 2800 મીટરના નવા બનાવેલા માર્ગનું સેમ્પલ ટેસ્ટિંગ ફેઈલ જતા તંત્રે કાર્યવાહી કરી રોડનો ભાગ તોડી પાડવાનો હુકમ કર્યો હતો. કુલ 2800 મીટરમાંથી આશરે 150 મીટર રોડ તોડવામાં આવ્યો છે.
પ્રજાના પૈસાનો બગાડ થતો હોવાના આક્ષેપો વચ્ચે કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ત્રણ વર્ષની ગેરંટી પીરિયડ ધરાવતા માર્ગ માત્ર ત્રણ મહિનામાં જ તૂટી જવું ભાગબટાઈનું પરિણામ છે અને ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.




