મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતનો કોઝ વે 4 મહિનાથી બંધ, રાંદેર-કતારગામ વચ્ચેના વાહનવ્યવહારને અસર

દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વરસાદની સિઝન ખૂબ લાંબી ચાલી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણ

સુરતનો કોઝ વે 4 મહિનાથી બંધ, રાંદેર-કતારગામ વચ્ચેના વાહનવ્યવહારને અસર

દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે વરસાદની સિઝન ખૂબ લાંબી ચાલી હતી. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના રાંદેર અને કતારગામ જોડતો કોઝ વે છેલ્લા 4 મહિનાથી બંધ રહ્યો છે. જેથી કોઝ વે પરથી પસાર થતાં વાહનચાલકોને લાંબો ફેરાવો લેવાની ફરજ પડી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં આ રીતે પત્નીના પ્રેમીનું પતિએ ઢાળી દીધુ ઢીમ, અવારનવાર કરતો હતો ફોન

પાંચ વર્ષ ચાલે તેટલું પાણી વહી ગયું

હાલ કોઝ-વે તેની ભયજનક સપાટી કરતાં ઉપરથી વહી રહ્યો છે. 6.52 મીટરથી કોઝ-વે ઓવરફ્લો ચાલી રહ્યો છે. જેને કારણે તારીખ 1 જુલાઈ 2024ના દિવસથી બંધ કરવામાં આવ્યો હતો, જે આજ દિન સુધી બંધ રખાયો છે. સુરત શહેર માટે પાંચ વર્ષ સુધી પાણી ચાલે એટલું પાણી દરિયામાં વહી ગયું છે.

6 મીટરની સપાટીએ કોઝ વે બંધ થાય

કોઝ વે 6 મીટર કરતા ઉપર વહેતો થાય એટલે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાય છે. કોઝ-વેનો ઉપયોગ વાહનચાલકો રાંદેરથી કતારગામ તરફ જવા માટે કરતા હોય છે. લાખોની સંખ્યામાં રોજ વાહનચાલકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ વરસાદ દરમિયાન કોઝ-વેની સપાટી ભયજનક કરતાં ઉપર જતી રહે છે. જેને કારણે વાહનચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઝ-વે બંધ કરી દેવામાં આવે છે.

આ સમાચાર શેર કરો