મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઘાતક હથિયારો સાથે જાહેરમાં વાહનોની તોડફોડ કરી રૌફ ઉભો કરનાર ઝડપાયો

સુરતમાં કાયદા વ્યવસ્થાને ખીસ્સામાં રાખતા હોય તેમ અસામાજિક તત્ત્વો દ્વારા આતંક ઉભો કરવામાં આવતો હોય છે.

સુરતમાં ઘાતક હથિયારો સાથે જાહેરમાં વાહનોની તોડફોડ કરી રૌફ ઉભો કરનાર ઝડપાયો

સુરતમાં કાયદા વ્યવસ્થાને ખીસ્સામાં રાખતા હોય તેમ અસામાજિક તત્ત્વો દ્વારા આતંક ઉભો કરવામાં આવતો હોય છે. પોલીસને પડકાર ફેંકનારા આરોપીઓએ થોડા દિવસો અગાઉ ઘાતક હથિયારો સાથે સલાતપુરા વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી. સાથે જ લોકોને ધાકધમકી આપી હતી. જેથી રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો. ત્યારબાદ આ ગુનામાં નાસતા ફરતાં આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તોફાન મચાવ્યું હતું

સલાબતપુરા વિસ્તારમાં ગત 25મી એપ્રીલના રોજ રાત્રીના સમયે અગીયાર વાગ્યા આસપાસ સમીર ઉર્ફે અગ્નિપથ રસીદ શા સહિતનાએ ભેગા મળીને હાથમાં હોકી સહિતના ઘાતક હથિયારો રાખીને તોફાન મચાવ્યું હતું. આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. જેથી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી લીધા હતાં. જો કે, સમીર પોલીસ પકડથી દૂર હતો.

અગાઉ પણ ગુના નોંધાયા છે

સમીરને ઝડપી પાડવા માટે પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. જેથી બાતમીના આધારે સમીને કાદરશાની નાળ પાસે જાહેરમાંથી ઝડપી લીધો હતો. આ આરોપી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાંથી ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે. હાલ સલાબતપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો