મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો મામલો, પાંચ કોંગ્રેસ નેતાઓની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના કોંગ્રેસ કાર્યાલય પર થયેલા ઓફિસ પર પથ્થરમારા મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના પાંચ

અમદાવાદ: કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારાનો મામલો, પાંચ કોંગ્રેસ  નેતાઓની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ શહેરના કોંગ્રેસ કાર્યાલય પર થયેલા ઓફિસ પર પથ્થરમારા મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની ઘરપકડ કરવામાં આવી છે. તેમને એલિસબ્રિજ પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા છે.

કોંગ્રેસના પાંચ નેતાઓની ધરપકડ

અમદાવાદ શહેર પ્રવક્તા સંજય બ્રહ્મભટ્ટ
નારાણપુરા વોર્ડના પ્રમુખ મનીષ ઠાકોર
અમદાવાદ શહેર કોંગ્રેસ ઉપ પ્રમુખ મુકેશ દંતાણી
કોંગ્રેસ કાર્યકર્તા વિમલ કંસારાની ધરપકડ
NSUI પ્રવક્તા હર્ષ પરમારની ધરપકડ

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામ-સામે કર્યો હતો પથ્થરમારો

ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોએ સામ સામે આવ્યા હતા અને એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં લાકડીઓ પણ ઉછળી હતી. અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા.

આ સમાચાર શેર કરો