મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand News : તારાપુર-વટામણ હાઇવે પર કારે બાઇકને મારી ટક્કર, બે યુવકોના મોત

Anand News : રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ઓવર સ્પીડીંગ કે

Anand News : તારાપુર-વટામણ હાઇવે પર કારે બાઇકને મારી ટક્કર, બે યુવકોના મોત

Anand News : રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ઓવર સ્પીડીંગ કે ગંતવ્ય સ્થળે જલ્દી પહોંચવાની લ્હાયમાં વાહનચાલકો પોતાના તથા અન્યોના જીવને જોખમમાં મૂકે છે. આવો જ એક અકસ્માત આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર બન્યો હતો, જેમાં કાર ચાલકે બાઈક પર સવાર બે યુવકોને ધડાકાભેર ટક્કર મારતા બંને યુવકોના કમકમાટીભર્યાં મોત નીપજયાં હતા. 

આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર વારંવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. આવી જ એક ઘટના ફતેપુરા ચોકડી નજીક બની હતી, જેમાં એક કારચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને પૂરઝડપે હંકારી બાઈકસવાર બે યુવાનોને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને યુવકો રોડ પર દૂર સુધી ફંગોળાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવકોનું કમકમાટીભર્યું મોત નિપજયું હતું. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળા ઉમટ્યા હતા. બંને મૃતક ભોળાદ ગામના વતની છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો