Banaskantha news: ડીસા–પાટણ હાઇવે પર કારની વૃક્ષ સાથે ટક્કર, યુવકનું ઘટનાસ્થળે જ મોત
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસક

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠામાં ડીસા–પાટણ હાઇવે પર કારને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે કાર બેફામ સ્પીડે જઈ રહી હતી અને તે દરમિયાન કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેની ટક્કર વૃક્ષ સાથે થઈ હતી.
કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો
અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. મળતા અહેવાલ પ્રમાણે અકસ્માતમાં થરી સિન્ધી ઠક્કર સમાજના એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. પોલીસે અકસ્માતે ગુનો નોધીને આગળની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કારના પતરા કાપીને લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.




