મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, SOGએ 30 છોડ સાથે ખેડૂતની કરી ધરપકડ

ચોટીલાના જાનીવડલાની ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી 36 કિલો ગાંજો જ

સુરેન્દ્રનગર: કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું, SOGએ 30 છોડ સાથે ખેડૂતની કરી ધરપકડ

ચોટીલાના જાનીવડલાની ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે દરોડા પાડી 36 કિલો ગાંજો જપ્ત કર્યો છે. ખેડૂત સામે NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાનીવડલા ગામની સીમમાં ગોવિંદભાઈ રોજાસરા દ્વારા કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી.  

ખેડૂત સામે NDPS એકટ મુજબ ગુનો દાખલ

બાતમીના આધારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે રેડ કરી હતી. દરોડા પાડી 30 છોડ જપ્ત કર્યા હતા. ખેડૂત સામે NDPS એકટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો