બોટાદ: સગીરા સાથે મિત્રતા કેળવી પછી ફસાવીને આચર્યું દુષ્કર્મ, પોલીસે બે શખ્સો સામે નોંધ્યો ગુનો
રાજ્યના બોટાદમાંથી સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આ

રાજ્યના બોટાદમાંથી સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. સગીરા સાથે બે શખ્સોએ દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. સગીરા સાથે મિત્રતા કેળવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સગીરાનો લલચાવીને ફોસલાવી હતી. ત્યાર બાદ બન્ને શખ્સોએ વારાફરતી આ કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું.
સગીરાએ તમામ બાબતની તેના પરીવારજનોને જણાવી
સગીરાએ તમામ બાબતની તેના પરીવારજનોને જણાવી હતી. ત્યારબાદ સગીરાના પિતાએ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ બાબતેનો ધ્યાન રાખીને નરાધમો વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે.
બન્ને નરાધમોને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા
બન્ને આરોપીઓની ઓળખ ગમન ઉર્ફે ગુંજન નીલેશ પ્રજાપતિ અને ગોપાલ ઉપાધ્યાય તરીકે થઈ છે. હાલ આ બન્ને આરોપીઓ હાલ ફરાર છે. પોલીસે બન્ને નરાધમોને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.






