મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદમાં વેપારીએ પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

ગુજરાતમાં જાણે સામાન્યજન દ્વારા આપઘાત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ થોડા દિવસ પ

દાહોદમાં વેપારીએ પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા

ગુજરાતમાં જાણે સામાન્યજન દ્વારા આપઘાત કરવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ થોડા દિવસ પહેલા જ એક શિક્ષકે મહેસાણાની એક કેનાલમાં ઝંપલાવ્યું હતું ત્યારબાદ બોટાદમાં એક રત્ન કલાકારે કોમ્પલેક્ષના ધાબા પરથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી. ત્યારે આજે દાહોદમાં એક વેપારીના આપઘાતથી દાહોદ પંથકમાં સનસનાટી મચી જવા પામી છે.

આ પણ વાંચો : VIDEO: બોટાદમાં રત્નકલાકારે પાંચમા માળેથી પડતું મૂકી જીવન ટુંકાવ્યું

દાહોદમાં એક વેપારીએ પોતાની જ દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની ઘટના સામે આવી છે. વેપારીએ દુકાનની સીડીની ગ્રિલમાં દોરડું બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. દાહોદ જિલ્લામાં દેલસર ખાતે આવેલી ઉમિયાજી ટ્રેડિંગના 47 વર્ષીય જેરામ ભાઈએ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. આપઘાતને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી છે. પરંતુ આપઘાત કરવાનું કારણ હજુ પણ અકબંધ છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો