રાજકોટ: ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા પહોંચ્યા બુલડોઝર, જાણો કયા કારણોસર કામગીરી અટકી પડી
રાજકોટનાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં સુવર્ણભુમી સહિ

રાજકોટનાં અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર એકાદ મહિના અગાઉ જનતા રેડ કરવામાં આવી હતી. જેમાં સુવર્ણભુમી સહિતની સોસાયટીના સ્થાનિક લોકોએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી હતી. સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેનને રજૂઆત કરવામાં આવતા તેમણે તરત જ સ્થળ મુલાકાત લઇ અહીં બુટલેગરોનાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ખાતરી આપી હતી.
બુલડોઝર મોકલાયા પણ કામગીરી અટકી પડી
આજે RMC દ્વારા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બુલડોઝર મોકલાયા હતા. જો કે, સ્થાનિકોએ વિરોધ કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત ચાલુ હોવાનું જણાવતા કામગીરી અટકી પડી છે.
દલિત આગેવાન માવજી રાખસિયાએ લગાવ્યા ગંભીર આરોપ
આ મામલે રાજકોટના દલિત આગેવાન માવજી રાખસિયાનું નિવેદન સામે આવ્યું જેમા તેમણે કહ્યુ કે બિલ્ડરો સાથેની સાંઠગાંઠ હોવાથી આ ખોટી રીતે ખાલી કરાવી રહ્યા છે. રાતે અધિકારીઓ આવી ડીમોલેશન કરવા નોટિસ ફટકારે અને સવારે ડીમોલેશન કરવા આવી જાય, અમારી પાસે દસ્તાવેજો હોવા છતાં ડીમોલેશન કરી રહ્યા છે.






