ગોધરા: પત્નીનું માથું ધડથી અલગ કરનાર ક્રુર પતિની ધરપકડ, બે દિવસ પહેલા કરી હતી હત્યા
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાશીપુરા ગામે પતિએ પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં તજવીજરુપે

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાશીપુરા ગામે પતિએ પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં તજવીજરુપે કાંકણપુર પોલીસે શંકાશીલ પતિ અરવિંદ પરમારની ધરપકડ કરી છે. ડેસર તાલુકાના વરસડા ગામના અરવિંદ પરમારે પોતાની પત્ની પર ખોટો વહેમ રાખી આવેશમાં આવી તેના મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવ અંગે કાંકણપુર પોલીસે હત્યાનો ગુનો વધુ તપાસ હાથ ધરી હતી.
આવો જાણીએ શું છે આખી ઘટના
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વરસડા ગામનો અરવિંદ પરમાર તેની પત્ની સાથે પત્નીના પિયર ગોધરા તાલુકાના કાશીપુરા ગામે આવ્યો હતો. જ્યાં અરવિંદ પરમારે પોતાની પત્ની પર ખોટા વહેમ અને શંકા રાખી આવેશમાં આવીને ધારિયાના ઘા મારી પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી. પતિએ પોતાની પત્નીની માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. હત્યા કર્યા બાદ હત્યારો પતિ ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા કાંકણપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો તેમજ હત્યારા પતિ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.






