મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપ નેતાને કમલમમાં જ માર પડ્યો, Nandodના મહિલા MLAના ભાઈનું કારસ્તાન

નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખના ભાઈ ડૉ. રવિભાઈ દેશમુખે ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ

નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખના ભાઈ ડૉ. રવિભાઈ દેશમુખે ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડો. ધવલ પટેલને  રાજપીપળા ખાતે આવેલા કમલમ ભાજપ કાર્યાલયમાં જ માર માર્યો હતો. ડૉ. રવિભાઈ દેશમુખ ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના ભાઈ સામે બક્ષીપંચ મોરચાના પ્રમુખે રાજપીપળા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખને ગળાના ભાગે, ખભાના ભાગે ઈજાઓ થઈ છે. ધવલ પટેલને ગરૂડેશ્વરમાં પણ નહીં રહેવા દેવાની ધમકી આપી હતી. ઝઘડો થયો ત્યારે ભાજપના મહિલા ધારાસભ્ય અને ભાજપના આગેવાનો પણ હાજર હતા તેવો ડૉ ધવલ પટેલ આક્ષેપ કર્યો છે. નર્મદા જિલ્લામાં કમલમમાં મારામારી થતા ભાજપમાં જૂથવાદ બહાર આવ્યો છે. નર્મદા જિલ્લામાં જૂથવાદના કારણે પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો