VIDEO : શાળામાં બાળકીના હાથમાં ઝાડુ, તપાસના આદેશ
જામ ખંભાળિયાના સલાયા ગામની એક કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિય

જામ ખંભાળિયાના સલાયા ગામની એક કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા જાગી છે. વીડિયોમાં બાળકીઓના હાથમાં ઝાડુ દેખાતા શાળા પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ વાયરલ વીડિયો સલાયાની કન્યા શાળાનો હોવાનું અનુમાન છે. તટસ્થ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી શિક્ષણ વિભાગે આપી છે.




