VIDEO: દેવભૂમિ દ્વારકા / જામ ખંભાળિયા મામલતદારનો તમામ પેટ્રોલ પંપોને આદેશ, ખેડૂતોને 200 લીટર સુધી ડીઝલ આપો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત વચ્ચે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછત વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદ પૂર્વે ખેતીના કામો માટે ટ્રેક્ટર અને કૃષિ સાધનો ચલાવવા ડીઝલ અત્યંત જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં જામ ખંભાળિયા મામલતદારે તાલુકાના તમામ પેટ્રોલ પંપોને ખેડૂતોને 200 લીટર સુધી ડીઝલ આપવાનો આદેશ કર્યો છે. ડીઝલ મેળવવા ખેડૂતોને પોતાની જમીનના 7/12 અને 8-અના દાખલા સાથે વાહનની RC બુક રજૂ કરવાની રહેશે. ખેડૂતોની ખરાઈ બાદ જ ડીઝલ આપવામાં આવશે. મામલતદારની આ પહેલથી ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.


