VIDEO: મારામારીના ગુનામાં માથાભારે છોટે દબોચાયો, પોલીસ કાફલા સાથે નીકળ્યો વરઘોડો
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકારતા માથાભારે ઈસમોની સાન ઠેકાણે લાવવા પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડા યોજવામાં આ
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને પડકારતા માથાભારે ઈસમોની સાન ઠેકાણે લાવવા પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડા યોજવામાં આવે છે. ત્યારે મારામારીના ગુનાનો આરોપી માથાભારે છોટેને ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યોહતો. ભેસ્તાન, ઊન વિસ્તારમાં છોટે બડેનો આતંક સામે આવ્યો હતો. ભેસ્તાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં માથાભારે શખ્સ છોટેનું રી-કન્ટ્રક્શન કરાયું હતું. લોકોમાં છોટેનો ભય ઓછો થાય અને વિસ્તારમાં ગુનેગારોને ડામવા માટે વિસ્તારમાં છોટે લઈ જઈ પંચનામુ સહિત રી કન્ટ્રક્શન કરાયું હતું. ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ભેસ્તાન પોલિસ કાફલા સાથે આરોપી છોટે ને વિસ્તારમાં લઈ જઈ હાથ જોડી લોકો પાસેથી માફી મંગાવી હતી. ગંભીર ગુનાના આરોપીને ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



