બોટાદથી અપડેટ: કપાસમાં કરદો કરવાની વાતને લઈ વિરોધ, આજે થયો હલ્લાબોલ

બોટાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા એક માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં કરદો કરવાની વાતને લઈ રાજુભાઈ કરપડાની આગેવાનીમાં હલ્લાબોલ જોવા મળ્યો છે. માર્કેટિંગ યાર્ડ ચેરમેન સેક્રેટરી કોટન માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા પછી માંગણીઓને સ્વીકારવામાં આવી છે. હવે જો કપાસની ખરીદીમાં ભાવ નક્કી થયા મુજબ જીનિંગ મિલ કપાસની ફેક્ટરીમાં કપાસનો ભાવ આપવામાં નહીં આવે તો વેપારીનું લાયસન્સ રદ્દ કરવાની ખાતરી આપવામાં આવી છે.
શું છે મામલો?
બોટાદ કોટન માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂત અગ્રણી રાજુભાઈ કરપડા સહિત હજારો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં ખરીદી થતાં કપાસનો કોટન મીલમાં લઈ જતા કડદો કરવામાં આવતો હોવાની ફરિયાદ વારંવાર ઉઠવા પામી છે. થોડા દિવસ પહેલા કડદો કરવામાં આવતો હોવાનો વિડિયો પણ વાયરલ થયો હતો.
આજે થયો હલ્લાબોલ
ત્યારે આજે કોટન યાર્ડ ખાતે હજારો ખેડૂતોની આગેવાનીમાં રાજુ ભાઈ કરપડા અને આમાંથી પાર્ટીના હોદ્દેદારો અગ્રણીઓએ અહીં હલ્લાબોલ કર્યો હતો. કોટન યાર્ડમાં આવતાની સાથે કપાસની ખરીદી હરાજી બંધ થઈ ગઈ હતી.

