Borsad news: કમળાના 15 કેસો નોંધાતા આરોગ્ય તંત્રની 4 ટીમોના ધામા, દુષિત પાણીના કારણે બીમારી ફેલાઈ હોવાનું પ્રાથમિક તારણ
ગુજરતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે, ત્યારે આ વચ્ચે આણંદમાથી મોટા અહેવાલ સ

ગુજરતમાં હાલ વરસાદનું જોર ઘટી રહ્યું છે, ત્યારે આ વચ્ચે આણંદમાથી મોટા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદના બોરસદમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે બોરસદના કાશીપુરા, સૈયદ ટેકરા, રાજા મહોલ્લા, રબારી ચકલા સહિતના વિસ્તારોમાં કમળો ફાટી નીકળ્યો છે.
15 જેટલા કેસો કમળા સહિતની બીમારીના નોંધાયા
આ બધા વિસ્તારમાંથી એક પછી એક કેસો આવવાના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. 15 જેટલા કેસો કમળા સહિતની બીમારીના નોંધાયા છે. મળતા અહેવાલ દુષિત પાણીના કારણે લોકો બીમાર પડ્યા હોવાનું બહાર આવ્યું છે. હાલ મેડિકલ વિભાગની 4 ટીમોના બોરસદમાં ધામા છે.



