વટવા: દુર્ગાનગર પાસેથી યુવકની લાશ મળી, પોલીસને હત્યાની આશંકા
વટવામાં દુર્ગાનગર પાસે બુલેટ ટ્રેનના પિલ્લર પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ

વટવામાં દુર્ગાનગર પાસે બુલેટ ટ્રેનના પિલ્લર પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી. આ બનાવ અંગે જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવા હતી અને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વટવામાં 22 વર્ષીય યુવક રાજ પરિવાર સાથે રહેતો હતો. 22 ઓક્ટોબરે દુર્ગાનગર પાસે આવેલ બુલેટ ટ્રેનના પિલ્લર પાસે રાજની લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લાશ પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મોબાઇલ ચોરીની શંકા રાખીને કેટલાક શખ્સોએ ઢોર માર મારતા તેની હત્યા થઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે સાત શખ્સોની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.






