મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી: એક મહિના પહેલા ગુમ થયેલા ટ્રાન્સપોર્ટરનો જમીનમાંથી મૃતદેહ મળ્યો, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

મોરબીના માણેકવાડામાં એક યુવકનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજે એક મહિના બાદ ટ્રાન્સપોર્ટર

મોરબી: એક મહિના પહેલા ગુમ થયેલા ટ્રાન્સપોર્ટરનો જમીનમાંથી મૃતદેહ મળ્યો, પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ

મોરબીના માણેકવાડામાં એક યુવકનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આજે એક મહિના બાદ ટ્રાન્સપોર્ટર યુવકની લાશ મળી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે મોરબીમાંથી ટ્રાન્સપોર્ટર એક મહિના કરતાં વધુ સમયથી ગુમ હતો.  ગત 20 જૂને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ સતનામ કોમ્પલેક્ષમાં આરોપીની ઓફીસે તેને ઉછીના આપેલા આઠ લાખ રૂપિયા લેવા માટે ગયો હતો. ત્યાર બાદ ફરિયાદીના ભાઈના પત્નીના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો. ત્યાર પછીથી ફરિયાદીનો ભાઈ ગુમ થયો હતો. જેથી તેના ભાઈએ એક શખ્સની સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. જેની પૂછપરછ કરવામાં આવી હતી. 

રૂપિયા પરત ના આપવા પડે તે માટે યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો 

પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, મૃતક યુવક પાસેથી ઉછીના પૈસા લીધા હતા. જે રૂપિયા પરત ના આપવા પડે તે માટે યુવકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસની તપાસમાં આવ્યું છે.  

આ સમાચાર શેર કરો