સોમનાથના દરિયામાં 3 દિવસ અગાઉ ડૂબી ગયેલ કિશોરનો મૃતદેહ આજે મળ્યો
ગીર સોમનાથ: સોમનાથના દરિયામાં 3 દિવસ અગાઉ 13 વર્ષીય કિશોર ડૂબી ગયો હતો. ચોથા દિવસે તેનો મ

ગીર સોમનાથ: સોમનાથના દરિયામાં 3 દિવસ અગાઉ 13 વર્ષીય કિશોર ડૂબી ગયો હતો. ચોથા દિવસે તેનો મૃતદેહ માંગરોળ દરિયા કિનારેથી મળી આવ્યો છે.
13 વર્ષીય કિશોરનો મૃતદેહ શોધવા માટે ફાયર વિભાગ, સ્થાનિક તરવૈયાઓ સહિતનાઓની મદદ લેવામાં આવી હતી. 3 દિવસ શોધખોળ ચાલી અને ચોથા દિવસે બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. ડૂબેલ 13 વર્ષનો કિશોર પ્રિન્સ સંજયભાઈ ગોળી હોવાનું સામે આવ્યું છે. મૃતકનો પરિવાર ગોંડલમાં રહે છે અને દિવાળીના વેકેશનમાં સોમનાથ ફરવા આવ્યા હતા તે દરમિયાન 13 વર્ષીય કિશોર પ્રિન્સ સંજયભાઈ ગોળી દરિયામાં ડૂબી ગયો હતો.




