PANCHMAHAL : બે દિવસથી ગુમ માતા-પુત્રના મૃતદેહ કુવામાંથી મળી આવ્યાં
Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામમાં 2 દિવસથી ગમ થયેલી માતા અને તેના પુત્ર બંનેના મૃતદે

Panchmahal News : પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભોટવા ગામમાં 2 દિવસથી ગમ થયેલી માતા અને તેના પુત્ર બંનેના મૃતદેહ કુવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
શહેરા તાલુકાના ભોટવા ગામના આંબલી ફળિયામાં રહેતા ઉદેસિંહ બારીયાની પત્ની મનીષા અને તેનો એક વર્ષનો પુત્ર નિમેષ છેલ્લા બે દિવસથી ગુમ હતા. ગુમ થયાના બે દિવસ બાદ આજે બંનેના મૃતદેહ ઘર પાસેના કુવામાંથી મળી આવ્યાં છે.
ગુમ થયેલ માતા-પુત્રના મૃતદેહ મળ્યાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બંને મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. ગુમ થયેલા માતા-પુત્રના કુવામાંથી મૃતદેહ મળી આવવાનું રહસ્ય અકબંધ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.






