બોડેલીના વડા તળાવ નજીક હિટ એન્ડ રન, અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા બે વિદ્યાર્થિનીના મોત
છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલ વડા તળાવ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં બાઈક પર નીકળેલા બે વિદ્યાર્થિનીન

છોટાઉદેપુરના બોડેલી નજીક આવેલ વડા તળાવ ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી. જેમાં બાઈક પર નીકળેલા બે વિદ્યાર્થિનીના ઘટના સ્થળ પર મોત નીપજ્યાં હતાં. જ્યારે એક યુવક હોસ્પિટલમા સારવાર હેઠળ છે.
આ પણ વાંચોઃ પારડીના ટૂકવાડામાં શંકાએ લગાડી આગ, પત્ની સાથે આડા સંબંધના વહેમમાં બે મોપેડ સળગાવતો પતિ
બાઈક ચાલક ઈજાગ્રસ્ત
પાણી બાર ગામના મનહરભાઈ વિનુભાઈ રાઠવાની બાઇક પર નાની આમરોલની નિરમાબેન ગોવિંદ ભાઇ રાઠવા અને પ્રતાપ પૂરા ગામની અંજુબેન નાગલિયા ભાઈ રાઠવા વાઘોડિયા નજીક આવેલ મુનિ આશ્રમમાં નર્સિંગનું ફોર્મ ભરવા ગયા હતા. જ્યાંથી પરત આવતા બોડેલીના વડા તળાવ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર બે વિદ્યાર્થિનીઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવક મનહર ઇજાગ્રસ્ત થતા તેને બોડેલીની ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ક્યા વાહને અકસ્માત કર્યો તે બાબતે તપાસ આદરી છે.
પૂલ તૂટેલો હોવાથી પરેશાની
ચોમાસા દરમિયાન પાવીજેતપુર તાલુકાના ભારજ નદી ઉપરનો પૂલ તૂટી જતા ભારે વાહનોના અવર જવર માટે ડાયવર્જન આપવામા આવ્યું છે. જેને લઇ રંગલી ચોકડીથી બોડેલી તરફના માર્ગમાં અસંખ્ય ખાડા પડી ગયા છે. વારંવાર ખાડાઓને લઇ અકસ્માતોના બનાવો પણ બન્યા છે. આ વિસ્તારના કેટલાક લોકોએ તંત્રમાં રજૂઆતો કરી છે. પણ તંત્રને જાણે કોઈ જ પડી ન હોય તેમ લાગી રહ્યું છે. રંગલી ચોકડીથી બોડેલી સુધીના માર્ગ રાહદારીઓ માટે જલ્દીથી બનાવવામા આવે તો અકસ્માતોને ટાળી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું.








