મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને તિલક-ચાંદલો કરવાની સાથે કોલ્ડડ્રિંક્સથી કરાયું એક્ઝામ સેન્ટરમાં સ્વાગત

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. સુરત શહેર જિલ્લાના કુલ ૫૨૪ બિલ્ડીંગના ૫૩૭૨ બ્લોકમાં સીસીટીવી નજર હેઠળ ૧.૫૩ લાખ

સુરતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને તિલક-ચાંદલો કરવાની સાથે કોલ્ડડ્રિંક્સથી કરાયું એક્ઝામ સેન્ટરમાં સ્વાગત

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. સુરત શહેર જિલ્લાના કુલ ૫૨૪ બિલ્ડીંગના ૫૩૭૨ બ્લોકમાં સીસીટીવી નજર હેઠળ ૧.૫૩ લાખ વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. ત્યારે તમામ પરીક્ષાર્થીઓના એક્ઝામ સેન્ટરમાં પ્રવેશ સમયે તિલક ચાંદલો અને કોલ્ડડ્રિન્ક પીવડાવી સ્વાગત કરાયું હતું.

કુલ 1.53 લાખ વિદ્યાર્થી

રાજ્યના કુલ 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યાં છે. જેમાંથી સુરત જિલ્લામાંથી ધોરણ ૧૦ ના ૯૧,૩૮૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪૫,૭૨૦ અને વિજ્ઞાાન પ્રવાહના ૧૫૪૭૦ મળીને કુલ્લે ૧,૫૩,૨૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે. સવારના સેશનમાં ધોરણ ૧૦ પ્રથમ ભાષા ગુજરાતી અને અન્ય ભાષાના પેપરો બપોરના સેશનમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું અર્થશાસ્ત્ર અને વિજ્ઞાાન પ્રવાહનું ભૌતિકશાસ્ત્રનું છે. 

સરકારી પ્રતિનિધિ હાજર

સુરત શહેર અને જિલ્લાના અલગ અલગ ૧૪ સ્ટ્રોગરૂમ પરથી સવારે સાત વાગ્યે જ પોલીસ બંદોબસ્ત સાથે આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર પર સરકારના બે પ્રતિનિધિ રહેશે. સાથે જ ટેકનોલોજીની મદદથી તમામ પરીક્ષા કેન્દ્રો પર કડક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીના કારણે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે પોલીસ દ્વારા પુરતુ આયોજન કરાયુ છે. 

આ સમાચાર શેર કરો