મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: ઈન્સ્યોરન્સની ઓફિસના ACમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

વડોદરાના ઓપી રોડ વિસ્તારમાં આવેલી ઈન્સ્યોરન્સ ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી, જેમાં છ લોકોને ઈજા થઈ છે. એ

વડોદરા: ઈન્સ્યોરન્સની ઓફિસના ACમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે દાઝ્યા

વડોદરાના ઓપી રોડ વિસ્તારમાં આવેલી ઈન્સ્યોરન્સ ઓફિસમાં એસીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી, જેમાં છ લોકોને ઈજા થઈ છે. 

એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી

મળતા અહેવાલ પ્રમાણે વડોદરાના ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટ નજીક ચિત્રા કોમ્પ્લેક્ષના ત્રીજા માળે આવેલી શ્રીરામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં આજે સવારે કામકાજ શરૂ થયા બાદ એકાએક એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. આગને કારણે કોમ્પ્યુટર, ફર્નિચર તેમજ મહત્વની ફાઈલો લપેટાયા હતા.

 બારીઓના કાચ ઉડીને રસ્તા પર ફેંકાયા

જ્યારે બારીઓના કાચ ઉડીને રસ્તા પર ફેંકાયા હતા. બનાવ બન્યો ત્યારે ઓફિસમાં છ લોકો હાજર હોવાથી તેઓ દાઝ્યા હતા. ફાયર બ્રિગેડ તત્કાલ આવી જતાં આગ કાબુમાં લેવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો