મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં PM મોદીના વેલકમ માટે ભાજપની ખાસ તૈયારી, ઇંધણ બચાવવા નેતાઓને ચાલતા કે સાયકલ પર આવવા આદેશ

આગામી પાંચ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. બીજી તરફ

આગામી પાંચ જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાતને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. બીજી તરફ  દક્ષિણ ગુજરાત ભાજપના પ્રભારી પ્રશાંત કોરાટે નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજીને એક અનોખી સૂચના આપી છે. વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપીલને સમર્થન આપવા માટે કાર્યક્રમમાં કોઈ પણ ભાજપ આગેવાને પેટ્રોલ-ડીઝલના વાહનોનો ઉપયોગ ન કરવા અપીલ કરાઈ છે. પ્રભારીએ ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોને કાર્યક્રમ સ્થળે સાયકલ પર આવવા અથવા નજીક હોય તો ચાલતા આવવા જણાવ્યું છે. આ ઉપરાંત, દૂર રહેતા લોકોને ઇલેક્ટ્રિક વાહનો અથવા વધુ દૂર હોય તો ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવા  સૂચના આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો