મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાજપનું સ્વચ્છતા અભિયાન વિવાદમાં, નેતાઓ-કાર્યકરોની ગંભીર બેદરકારી કેમેરામાં કેદ

સુરત જિલ્લાના માંડવી નગરમાં ભાજપ દ્વારા આયોજિત સ્વચ્છત

સુરત જિલ્લાના માંડવી નગરમાં ભાજપ દ્વારા આયોજિત સ્વચ્છતા અભિયાન વિવાદના વમળમાં ફસાયું છે. જેમાં નેતાઓ અને કાર્યકરોની ગંભીર બેદરકારી કેમેરામાં કેદ થઈ છે. સ્વચ્છતા શરૂ કરતા પહેલા જ કેટલાક નેતાઓ જાતે જ રસ્તા પર કચરો અને પાણીની બોટલો ફેંકતા વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યા હતા, જેને પગલે સોશિયલ મીડિયા પર અને નગરજનોમાં ભારે ટીકા થઈ રહી છે. માત્ર ફોટો સેશન અને રીલ્સ બનાવવા ખાતર આ પ્રકારે જાતે જ કચરો નાખીને સફાઈનો દેખાડો કરવાના ભાજપના આ અભિયાન સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

આ સમાચાર શેર કરો