Vadodra news: ભાજપ મહિલા કો્પોરેટરની બહેને કરી આત્મહત્યા, મુંબઈથી પરત ફર્યા બાદ ગણતરીના કલાકોમાં ટૂંકાવ્યું જીવન
ગુજરાતના વડોદરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે વડોદરાના જાણીતા ભાજપા મહિલા કો

ગુજરાતના વડોદરામાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે વડોદરાના જાણીતા ભાજપા મહિલા કો્પોરેટરની બહેને અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. મહિલા કોર્પોરેટરની બહેને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મહિલા કોર્પોરેટરની બહેન મુંબઈ લગ્નમાં ગઈ હતી. ત્યારબાદ વડોદરામાં ઘરે ગણતરીના કલાકોમાં જ આત્મહત્યા કરી લીધી હતી.
મહિલા કોર્પોરેટરની બહેને કરી આત્મહત્યા
ભાજપના મહિલા કોર્પોરેટર સ્વેતા ઉતેકરના બહેન અંકિતા ઉતેકરે ઘરમાં ગળે ફાંસો ખાઈન આત્મહત્યા કરી હતી. વડોદરા શહેરના હરણી સ્વાદ ક્વાટરમાં આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. તો બીજી તરફ પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.




