ગઢડા નગરપાલિકામાં ચૂંટણી પહેલા ભાજપ ગેલમાં, 1 વોર્ડમાં બિનહરીફ વિજયી
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો છેલ્લા બે વર્ષથી રાહ જોઇ

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષના નેતાઓ અને કાર્યકરો છેલ્લા બે વર્ષથી રાહ જોઇ રહ્યા હતા એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે. તા.16 ફેબુ્રઆરીએ મતદાન થશે અને તા.18મી ફેબુ્રઆરીએ મત ગણતરી થશે. ગત તા.27મી જાન્યુઆરીએ જાહેરનામુ પ્રસિધ્ધ થવા સાથે ફોર્મ ભરવાનું ચાલું થયું હતું.
બોટાદની ગઢડા નગરપાલિકાના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં વોર્ડ નો.1 માં ભાજપની પેનલ બિનહરીફ વિજયી બની છે. તમામ વિરોધીઓએ સ્વેચ્છીક ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપની આખી પેનલ બિનહરીફ વિજેતા થઇ છે.
ગઢડા ભાજપના નેતાઓએ ખેલ પાડી દીધો અને ચૂંટણી પહેલાં જ એક વોર્ડ પર જીત મેળવી છે. ગઢડા નગરપાલિકામાં કુલ 7 વોર્ડમાંથી 28 સદસ્યો ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે વોર્ડ 1ના ચાર સદસ્યો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ગઢડા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગઢડા નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં બિનહરીફ વિજયી બનેલા ઉમેદવાર
- કિશોરભાઈ હરેશભાઇ ખાચર
- કાંતિભાઈ બાલાભાઈ તેજાણી
- દિપ્તીબેન દીપકભાઈ ઉંડવીયા
- રાધાબેન રાજુભાઈ સોલંકી બિનહરીફ વિજયી જાહેર






