મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: રાજકોટમાં ભાજપ ઉમેદવાર બદલે તેવી ચર્ચા, રૂપાલાના સ્થાને આ દિગ્ગજ નેતાને મળી શકે છે તક

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ બેઠક પર

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર: રાજકોટમાં ભાજપ ઉમેદવાર બદલે તેવી ચર્ચા, રૂપાલાના સ્થાને આ દિગ્ગજ નેતાને મળી શકે છે તક

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ બેઠક પર વિવાદ મામલે હાઈકમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવશે તે તેવા અહેવાલ સામે આવ્યા છે. પુરશોત્તમ રૂપાલાના સ્થાને મોહનકુંડરિયા ઉમેદવારી ફોર્મ ભરશે તેવી ચર્ચા ચાલી રહી છે. પુરશોત્તમ રૂપાલાના નિવેદનથી ભારે હોબાળો મચ્યો છે, ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે.

મોહન કુંડારિયા હાલ રાજકોટથી સાંસદ છે. તેમણે સર્કિટહાઉસથી નો ડ્યુ સર્ટિફિકેટ લેવાયા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યુ છે. તો બીજી તરફ અન્ય રાજ્યોમાં ક્ષત્રિય મતદારો ભાજપને નુકશાન પહોંચાડી શકે છે. આ ડરને જોતાં ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. 

એક પછી એક બેઠક પર વિવાદ વધતાં મુખ્યમંત્રી દિલ્હી રવાના 

એક તરફ, રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે ત્યાં બીજી તરફ, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી સહિત અન્ય બેઠકો પર ઉમેદવાર બદલવા માંગ ઉઠી છે. આ પરિસ્થિતી વધુ વકરતાં હાઈકમાન્ડ સાથે ચર્ચા કરવા મુખ્યમંત્રી દિલ્હી દોડયા છે. રૂપાલા વિવાદે ભાજપની મૂંઝવણ વધારી દીધી છે. જો રાજકોટ બેઠક પરથી રૂપાલાને બદલવામાં નહી આવે અથવા તો ટિકિટ રદ કરવામાં નહી આવે તો ક્ષત્રિયો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન કરી શકે છે. 

આ સમાચાર શેર કરો