મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં ભાજપ દ્વારા આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ, કાર્યાલય પર બેનર-ઝંડા યથાવત

સાબરકાંઠામાં ત્રણ નગરપાલિકાઓમાં આજે મતદાન યોજાયું છે. જ્યાં મતદાન પૂર્વે રાજકીય પક્ષ

સાબરકાંઠામાં ભાજપ દ્વારા આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ, કાર્યાલય પર બેનર-ઝંડા યથાવત

સાબરકાંઠામાં ત્રણ નગરપાલિકાઓમાં આજે મતદાન યોજાયું છે. જ્યાં મતદાન પૂર્વે રાજકીય પક્ષોના ફ્લેગ બેનર યથાવત જોવા મળી રહ્યા છે. ખેડબ્રહ્મા વોર્ડ નંબર 2માં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર જોવા ઝંડા મળ્યા હતા. ચૂંટણીના સમય દરમિયાન ખેડબ્રહ્મા બ્રહ્માજી મંદિર ચોક સામે આવેલી બીજેપીની ઓફિસમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો છે.

ચૂંટણીમાં મતદાનના સમય પહેલા કે મનદાનના સમય દરમિયાન તમામ રાજકીય પક્ષોએ તેમજ તેમના ઉમેદવારોએ આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. પરંતુ ભાજપના કાર્યાલય પર બેનર અને ઝંડા યથાવતરુપે જોવા મળી રહ્યા હતા, જે આદર્શ આચારસંહિતામાં મોટીચૂક છે. સ્થાનિક મતદારો અને જાગૃત નાગરિકોમાં પણ આ ચર્ચાનો વિષય બન્યું છે. આ મામલે વિપક્ષો ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. મતદાન પહેલા જ બેનર અને ઝંડા યથાવત જોવા મળી રહેતા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો.

આ સમાચાર શેર કરો