મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: GST કૌભાંડ મામલો, ભાજપ ધારાસભ્ય પિતા અને પુત્રની ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

અમદાવાદમાં કરોડો રૂપિયાની GST કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી, આ મામલે ક્રાઈમ બ્રાન્ચે પાંચ

અમદાવાદ: GST કૌભાંડ મામલો, ભાજપ ધારાસભ્ય પિતા અને પુત્રની ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

અમદાવાદમાં કરોડો રૂપિયાની GST કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી, આ મામલે ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ મામલે  જાણીતા ન્યુઝ પેપર ધ હિન્દુના ગુજરાતના બ્યુરો ચીફ મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય ભગા બારડ અને તેમના પુત્રની પણ પૂછપરછ આદરવામાં આવી છે.

નકલી બિલ બનાવીને GSTની ચોરી કરી

આ કૌભાંડમાં સુરતથી નકલી ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા હતા, જે કંપની અસ્તિત્વમાં જ નહોંતી તેના નકલી બિલ બનાવીને અસલી બિલમાં મૂકીને GSTમાં પાસ કરાવવામાં આવ્યા હતા અને GSTની ચોરી કરવામાં આવી હતી. 

EOW અને SOGની ટીમોએ 14 સ્થળોએ પાડ્યા દરોડા

EOW અને SOGની ટીમોએ આ મામલે અમદાવાદ,જૂનાગઢ,સુરત,ખેડા,ભાવનગર સહિત 14 સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. EOW અને SOGની ટીમો દરોડા બાદ ગુનો નોંધ્યો હતો.

આરોપીઓએ બોગસ કંપની દ્વારા ટેક્સ ક્રેડિટ મેળવીને કરોડોની GSTની ચોરી કરી હતી. GSTની ચોરી કરીને સરકાર સાથે ઠગાઈ આચરવામાં આવી હતી.  બોગસ કંપનીઓ ઉભી કરીને નકલી બીલો, બનાવટી દસ્તાવેજો અને ખોટી માહિતી રજૂ કરીને સરકાર સાથે છેતરપિંડી આચરી હતી. 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી 


બોગસ કંપનીમાં બોગસ બિલિંગ કેસ મામલે ક્રાઇમ બ્રાન્ચે મહેશ લાંગા, અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણીની ધરપકડ છે.

વર્ષ 2021માં મહેશ લાંગાએ DA એન્ટરપ્રાઇઝ બનાવી હતી. વર્ષ 2022માં ધ્રુવી એન્ટરપ્રાઇઝ કંપની ખોટા દસ્તાવેજ પર બનાવવામાં આવી હતી. ધ્રુવી એન્ટરપ્રાઇઝમાં અન્ય કંપનીઓએ 8 કરોડના બિલ બનાવ્યાનું સામે આવ્યું છે.
બોગસ બિલિંગ અને બોગસ કંપનીના મામલે ભાજપ ધારાસભ્યના ભત્રીજાની પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતે ધારાસભ્યના ભત્રીજાની પૂછપરછ ચાલી રહી છે. 

ધ્રુવી એન્ટરપ્રાઇઝ સાથે અન્ય 200 કંપનીઓ સાથેના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે. અન્ય કંપનીઓ બોગસ છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરાઈ છે. અન્ય કંપનીઓમાં પણ કરોડાના બોગસ બિલિંગ થયાનું સામે આવ્યું છે.

આ સમાચાર શેર કરો