મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha News: ભાજપના સદસ્યોએ જ પોતાના પ્રમુખ સામે 4.35 કરોડની ગ્રાંટ ઉચાપતની કરી ફરિયાદ

સાબરકાંઠાના વડાલી નગરપાલિકામાં ભાજપના સદસ્યોએ પોતાના જ પ્રમુખ

Sabarkantha News: ભાજપના સદસ્યોએ જ પોતાના પ્રમુખ સામે 4.35 કરોડની ગ્રાંટ ઉચાપતની કરી ફરિયાદ

સાબરકાંઠાના વડાલી નગરપાલિકામાં ભાજપના સદસ્યોએ પોતાના જ પ્રમુખ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી હડકંપ મચાવ્યો છે. ભાજપ સદસ્યોએ નગરપાલિકામાં ચીફ ઓફિસરને ફરિયાદ કરી કે, પ્રમુખ સરકારી ગ્રાન્ટનો ઉપયોગ સદસ્યોને વિશ્વાસમાં લીધા વિના કર્યો છે. વડાલી પાલિકાના ભાજપના સભ્યોનું કહેવું છે કે પોતાના પ્રમુખે સદસ્યોને અંધકારમાં રાખી ગ્રાન્ટનો ઉપયોગ કરાતા મોટાભાગના વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા છે. 

શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં અંદરોઅંદરનો ડખો સાબરકાંઠા જિલ્લામાં બહાર આવ્યો છે. વડાલી નગરપાલિકામાં સત્તાધારી ભાજપના સદસ્યોએ તેમના જ અર્થાત્ ભાજપના પ્રમુખ સામે 4 કરોડ 35 લાખ રૂપિયાથી વધુની ગ્રાન્ટનો ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે. સદસ્યોનો દાવો છે કે, આના કારણે ઘણા વિસ્તારો વિકાસથી વંચિત રહ્યા છે. આ રજૂઆતથી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. પોલીસ અને વહીવટીતંત્ર આ મામલે તપાસ કરી છે, જ્યારે ભાજપ આંતરિક વિવાદનો સામનો કરી રહ્યું છે.

આ સમાચાર શેર કરો