મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:સરકારી માર્ગ ખોદવાના મામલે ભાજપ સભ્યની ફરિયાદ

અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર-૪માં આવેલ સંજયનગરમાં પાલિકાની પરવાનગી વગર જેસીબી દ્વારા રોડ ખોદી નાખવ

અંકલેશ્વર પાલિકાના વોર્ડ નંબર-૪માં આવેલ સંજયનગરમાં પાલિકાની પરવાનગી વગર જેસીબી દ્વારા રોડ ખોદી નાખવાનો મામલો સામે આવ્યો છે. વોર્ડના ભાજપના સભ્ય વિશાલ ચૌહાણે આ અંગે ચીફ ઓફિસરને લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદ મુજબ, વિરોધ પક્ષના સભ્યના પતિ દ્વારા સરકારી મિલકતને નુકસાન પહોંચાડી મનસ્વી રીતે આ કામગીરી કરાઈ છે. આ ગંભીર બાબતને પગલે પાલિકા પ્રમુખ જીગ્નેશ અંદાડિયા, વિશાલ ચૌહાણ અને રાહુલ વામજાએ તાત્કાલિક સ્થળ તપાસ કરી હતી. જાહેર માર્ગને ખોદી નાખનાર સામે કડક કાર્યવાહી કરવા અને આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા પ્રમુખે આદેશ આપ્યા છે

આ સમાચાર શેર કરો