હળવદમાં ખેડૂતો પર પોલીસ અત્યાચાર થયો હોવાનો ભાજપ અગ્રણીનો ચોંકાવનારો સ્વીકાર
મોરબી જિલ્લાના હળવદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પૂર્વ ભાજપ મહામંત્રી ઘનશ્

મોરબી જિલ્લાના હળવદથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં પૂર્વ ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહિલે પોતે સ્વીકાર્યું છે કે ખેડૂતો પર ભારે અત્યાચાર થયો છે. હળવદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતો અને ભાજપ નેતાઓ વચ્ચે યોજાયેલી એક બેઠક દરમિયાન, ઘનશ્યામ ગોહિલે જાહેરમાં કબૂલ્યું હતું કે પોલીસે ખેડૂતોને ખૂબ જ બેરહેમીથી માર માર્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ અને વાતચીતનો ગત કાલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. સત્તાધારી પક્ષના જ વરિષ્ઠ આગેવાન દ્વારા પોલીસ દમનની વાત સ્વીકારવામાં આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે અને આ મુદ્દો સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.




