MEHSANA / ડબ્બા ટ્રેડિંગમાં નામ ખુલતા ભાજપ નેતા વિષ્ણુજી ઠાકોર પક્ષમાંથી સસ્પેન્ડ
MEHSANA NEWS : મહેસાણા જિલ્લાના વિસનગરમાં ભાજપ નેતા તેમજ વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરને પક

MEHSANA NEWS : મહેસાણા જિલ્લાના વિસનગરમાં ભાજપ નેતા તેમજ વિસનગર નગરપાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ડબ્બા ટ્રેડિંગમાં નામ ખુલતા પક્ષ તરફથી આ કાર્યવાહી કરવામાં અવી છે.
મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગીરીશ રાજગોરના નામે એક સસ્પેન્શન લેટર વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ ડબ્બા ટ્રેડીંગના ગુનામાં વિષ્ણુજી ઠાકોરનું નામ ખુલતા તેમના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની સામે હરિયાણાની સાયબર યુનિટની પોલીસ દ્વારા આઈપીસી ૪૨૦ અને ૧૨૦નો ગુનો નોંધાયેલ છે. તેમના દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્યથી પાર્ટીની છબી ખરડાઈ છે. જેથી આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક તથા સક્રિય સભ્ય પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.




