દમણમાં ઘરમાં ઘુસી ભાજપ નેતા વિકી કાશીની હત્યા
સંઘપ્રદેશ દમણમાં વધુ એક ભાજપ નેતાની હત્યા થઇ છે. 2020માં ભાજપ નેતા સલીમ મેમણની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હ

સંઘપ્રદેશ દમણમાં વધુ એક ભાજપ નેતાની હત્યા થઇ છે. 2020માં ભાજપ નેતા સલીમ મેમણની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, તો હવે ઘરમાં ઘુસી ભાજપ નેતા વિકી કાશીની હત્યા કરવામાં આવી છે.
ઘરમાં ઘુસી બુકાનીધારી શખ્સે હત્યા કરી
આ અંગે મળતી માહિતી મુજબ દમણ ભાજપ ઉપ પ્રમુખ વિકી કાશી પોતાના ઘરે હતો ત્યારે એક બુકાનીધારી શખ્સ હાથમાં ધારદાર હથિયાર લઈને અચાનક ઘરમાં ઘુસી ગયો હતો અને વિકી કાશીના ગળાના ભાગે અને છાતીના ભાગે ઘા મારી ફરાર થઇ ગયો હતો. વિકી કાશીની હત્યા બાદ દમણમાં ચકચાર મચી ગઈ છે. પોલીએ આ અંગે હત્યાનો ગુનો નોંધી હત્યારાને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
2020માં ભાજપ નેતા સલીમ મેમણની હત્યા થઇ હતી
દમણમાં માર્ચ 2020માં ભાજપ નેતા સલીમ મેમણ જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. દમણ નગરપાલિકાના ભાજપના સભ્ય સલીમ મેમણ ખારીવાડ ખાતે આવેલા રોયલ સુઝુકીના શો-રૂમ પર બેઠા હતા. તે સમયે અચાનક ત્રણ બાઈક પર છ ઇસમો શો-રૂમ પર આવ્યા હતા અને સલીમ મેમણ પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સલીમ મેમણનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.






